Saturday, July 27, 2024
HomeGujaratમોરબીથી ટંકારા જતા રસ્તે ક્રુઝ કારમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીથી ટંકારા જતા રસ્તે ક્રુઝ કારમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

બોટાદમાં વિદેશી દારૂની બદી ફૂલીફાલી હોવાની બૂમરેણ મચતા મોરબી જિલ્લા પોલીસે દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ આરંભી બુટલેગરો વિરુદ્ધ ધોંસ બોલાવી છે. ત્યારે ટંકારા પોલીસની ટીમે ગઈકાલે બાતમીનાં આધારે મોરબી થી ટંકારા તરફ જતા રસ્તે બાવળની ઝાડીમા છુપાડેલ ક્રુઝમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીથી ટંકારા રફ આવતા રીલાયન્સ પેટ્રોલપંપની સામેના ભાગે આવેલ જુના બીએસએનએલ ઓફીસ તરફ જવાના રસ્તા પર રોડ ની નીચેના ભાગે બાવળની ઝાડીમા એક GJ-06-EQ-6032 નંબરની સેવરોલેટ કંપનીની ક્રુઝ કાર પાર્ક કરેલ છે. જેમાં દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે ટંકારા પોલીસે સ્થળ પર રેઇડ કરી કારમા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની MCDOWELLS-NO-1 કલેકશન વ્હીસ્કી (ઓરીજનલ) ની શીલબંધ ૧૦ બોટલનો રૂ.૩૦૦૦/-નો તથા કાર મળી કુલ રૂ.૧,૦૩,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!