મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી swift કારમાં વેચાણ અર્થે લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે ત્યારે આરોપી નું સ્થળ પરથી નાસી છૂટ્યો હતો ત્યારે આરોપીને પકડી પાડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ નિર્મળ જ્યોત પેટ્રોલ પંપ ની સામેના ભાગમાં આ કામના આરોપી પ્રવીણભાઇ શીવાભાઇ જોગરાદીયા સફેદ કલરની સ્વીફ્ટ કાર રજી.નં. GJ-૦૩-CE-2280 વાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જતો હોય ત્યારે પોલીસ દ્વારા કારની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે કારમાંથી અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ કાચની કંપની સીલબંધ બોટલો નંગ-૯૪ કી.રૂ. ૪૫,૮૨૫/- તથા સ્વીફટ કાર કી.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા-૯૦૦/-, મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/-, મળી કુલ કી.રૂ. ૨,૦૬,૭૨૫/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો પરંતુ આરોપી રેડ દરમિયાન અંધારા નો લાભ લઇ કાર છોડી બાવળની કાટમાં નાસી છૂટ્યો હતો ત્યારે તેને પકડી પાડવા માટે બી ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.


                                    






