મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ રામકો સોસાયટીમાં પોલીસે રેઇડ કરી ક્રેટા કારમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ ઝડપી લેવામાં આવી હતી, આ સાથે ક્રેટા કારના ચાલક/કબ્જેદાર આરોપી સામે ગુનો નોંધી આરોપીને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.
પ્રલત વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે ઘુંટુ ગામ નજીક હળવદ રોડ ઉપર આવેલ રામકો સોસાયટીમાં સંદીપગીરી રમેશગીરી ગોસ્વામીના રહેણાંક પાસે શેરીમાં ક્રેટા કારમાં વેચાણ કરવા હેતુ વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરીને રાખ્યો હોય જે મળેલ હકીકતને આધારે પોલીસે રેઇડ કરી હતી, ત્યારે પોલીસે ઉપરોક્ત સ્થળ ઉપરથી ક્રેટા કાર રજી.નં. જીજે-૩૬-એલ-૪૨૦૨ માંથી મેકડોવેલ્સ બ્લેન્ડેડ ઓરીજીનલ વહીસ્કીની ૪૮ બોટલ કિ.રૂ.૨૬,૯૭૬/-નો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે આરોપી ક્રેટા કારના ચાલક/માલીક હાજર નહીં મળી આવતા તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.