મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં બાતમીને આધારે રેઇડ કરતા રહેણાંક મકાનમાંથી અગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૨૬ બોટલ મળી આવી હતી આ સાથે આરોપી મકાન માલીક તથા તેનો ભાગીદાર આરોપી બંને દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તે બંને આરોપીઓને ફરાર દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે જુના ઘુંટુ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રવિભાઈ વીંજવાડીયા પોતાના રહેણાંક મકાનમાં દેવેન્દ્ર ઉર્ફે બબો સાથે ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરતો હોવાની ચોક્કસ માહિતીને આધારે ઉપરોક્ત સિલ્વર પાર્ક સોસાયટીમાં રવિભાઈના મકાનમાં રેઇડ કરતા બી ડિવિઝન પોલીસને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૬ બોટલ કિ.રૂ. ૨૫,૮૮૯/- મળી આવી હતી, જેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન આરોપી રવીભાઇ રમેશભાઇ વિંજવાડીયા/કોળી રહે.મોરબી સિલ્વર પાર્ક જુના ઘુટુ રોડ તથા આરોપી દેવેન્દ્ર ઉર્ફે બબો મનુભા રાણા રહે સિલ્વર પાર્ક જુના ઘુટુ રોડવાળો હાજર નહીં મળી આવતા બંને વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.