મોરબી જિલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરી અસરકારક કામગીરી કરવા રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ સૂચન કરતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચએ મોરબી તાલુકાના પીપળી ગામના શીવપાર્ક-૨ માં આવેલ રહેણાંક મકાનમાં રેઈડ ઇંગ્લીશ દારૂના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, દર્શનભાઇ કનુભાઇ વરાળીયા (રહે. મોરબી જેતપર રોડ શીવ પાર્ક-૨ પીપળી ગામની સીમ તા.જી.મોરબી)એ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે. જે બાતમીના આધારે રેઇડ કરતા દર્શનભાઈ કનુભાઇ વરાળીયા મેગ્ડોવેલ્સ કંપનીની વ્હીસ્કીની ૫૭ બોટલોના રૂ. ૩૨,૦૩૪/-ના મુદામાલ સાથે મળી આવતા તેની અટકાયત કરી ફરાર તેની તથા આરોપી જયરાજભાઇ ખાચર (રહે.બોટાદ) વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી મોરબી એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા તથા વી.એન.પરમાર પોલીસ ઇન્સ પેરોલ/ફર્લો સ્કોડ મોરબી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.ભટ્ટ, એસ.આઈ.પટેલ તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે.