Friday, September 12, 2025
HomeGujaratમોરબીનાં વીસીપરા ધોળેશ્વર રોડ પાસે રહેણાક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:બુટલેગરની શોધખોળ

મોરબીનાં વીસીપરા ધોળેશ્વર રોડ પાસે રહેણાક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:બુટલેગરની શોધખોળ

મોરબી જીલ્લા એસપી મુકેશકુમાર પટેલની સુચનાથી તેમજ ડી.વાય.એસ.પી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબીનાં વીસીપરા ધોળેશ્વર રોડ પાસે રહેણાક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે લ, આરોપી ઇમરાનભાઇ નુરમામદભાઈ મોવર (રહે, મોરબી ર વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમની સામે તા.જી.મોરબી)ના રહેણાક મકાનમાં રેઇડ કરી સ્થળ પરથી ઓલ સિઝન્સ ગોલ્ડ કલેકસન રીઝર્વ વ્હિસ્કીની ७० બોટલનો રૂ.૯૮,૦૦૦/- તથા રોયલ ચેલેન્જર કલાસીક પ્રિમ્યમ વ્હીસ્કીની ૬૪ બોટલનો રૂ.૮૩.૨૦૦/—નો મુદ્દામાલ મળી કુલ રૂ.૧,૮૧,૨૦૦/- નો મુદામાલ મળી આવતા આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!