મોરબી જિલ્લામાં સમયાંતરે અવાર-નવાર વિદેશી દારૂના વિક્રેતાઓ ઉપર પોલીસ તંત્ર દ્વારા ધોંસ બોલાવી, મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. છતાં આરોપીઓ બેફામ બનીને મદિરા પાન કરવાના માર્ગ શોધી લે છે, પરંતુ પોલીસની બાજ નજરથી નથી બચી શકતા. ત્યારે ગઈકાલે હળવદ પોલીસે હળવદ ટાઉન ખાતે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમને ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામાં ઘંટીની પાછળ બીજી શેરીમાં સલમાબેન ઉર્ફે સોનુ આશીફભાઈ મીર નામની મહિલા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી રાખી તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રૂ.૯૦૦/-ની કિંમતની ૦૩ MC DOWELL’S NO.1 COLLECTION WHISKYની બોટલ, રૂ.૭૦૦/-ની કિંમતના ૭ WHITE LACE VODKA ORANGE FLAVOURનાં કાચના ચપલા બોટલ, રૂ.૭૦૦/-ની કિંમતના ૭ KING FISHER SUPER STRONG PREMIUM BEERનાં ટીન મળી કુલ રૂ.૨૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.