રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદના ખેતરડી ગામે રહેંણાક મકાનમાંથી વિદેશીદારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમને મળેલ બાતમી હકીકત આધારે, સર્વેલન્સ ટીમ સાથે ખેતરડી ગામે આવેલ રહેણાંક મકાને રેઇડ કરતા મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડના વિદેશીદારૂનો કુલ રૂ.૧,૨૮,૧૬૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોય જેથી પોલીસે સ્થળ પરથી સુરેશભાઈ જવાભાઈ દેકાવાડીયા (રહે.ખેતરડી તા.હળવદ જી.મોરબી) નામના શખ્સની અટકાયત કરી ટી. તેમજ ગુન્હામાં પ્રવિણસિંહ જીલુભા ઝાલા (રહે. નાડધ્રી તા.મુળી જી.સુરેન્દ્રનગર)ની સંડોવણી ખુલતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.