Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના નવાડેલા રોડ પર આવેલ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

મોરબીના નવાડેલા રોડ પર આવેલ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

રાજ્યમાં સરકાર દારૂબંધીના દાવા કરી રહી છે. પરંતુ અવારનવાર મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે મોરબીના નવાડેલા રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી છે. જયારે ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીના નવાડેલા રોડ અશોક પાનની બાજુમાં આવેલ એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઇ ધોળકીયાને તેના રહેણાંક મકાનમાં રહેલ વિદેશી દારૂની મકડોવેલ્સ નં.૧ વ્હીસ્કીની કુલ ૦૯ બોટલોનાં રૂ.૩,૩૭૫/-ના મુદ્દામાલ તથા ઓપો કંપનીના રૂ.૫૦૦૦/- ની કિંમતના મોબાઇક સાથે ઝડપી પાડી કુલ રૂ.૮૩૭૫/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે પોલીસે આરોપીની પૂછપરછ કરતા સાબીર કાસમાણી (રહે.મોરબી પંચાસર રોડ) નામના શખ્સનું નામ ખુલ્યું છે. તેથી પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!