Tuesday, January 21, 2025
HomeGujaratમોરબીમાં સ્વીફટ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:બુટલેગરની શોધખોળ

મોરબીમાં સ્વીફટ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:બુટલેગરની શોધખોળ

મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચનાથી તેમજ ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સ્વીફટ ફોર વ્હિલર ગાડીમાથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને મળેલ ખાનગી હકીકતના આધારે રાજદિપસિંહ દવેરા (રહે. મોરબી – જવા ૨ મધુવન સોસાયટી)ની પોતાના હવાલાવાળી ગ્રે કલરની GJ 01 RC 8732 નંબરની સ્વીફટ ડિઝાયર કારમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય પરપ્રાંતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ ફાઇન રીસર્વ વ્હીસ્કીની ૧૦૮ બોટલોનો રૂ.૭૫,૧૮૬/-નો મુદ્દામાલ તથા સ્વીફટ ડિઝાયર કારનો રૂ.૩,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી કુલ રૂ.૩,૭૫,૧૮૬/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપી રાજદિપસિંહ દવેરા સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એ.ગઢવી, તથા હેડ કોન્સ્ટેબલ જયપાલભાઇ લાવડીયા તથા કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ઝાલા તથા અજયસિંહ રાણા તથા ભાવેશભાઇ કાંટા તથા સંજયભાઇ રાઠોડ તથા મનોજભાઇ ગોખરૂ તથા રાજપાલસિંહ જાડેજા તથા વિપુલભાઇ બાલસરા તથા પ્રિયંકાબેન પૈજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!