મોરબી પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા રોજે રોજ છાપામારી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં બુટલેગરો જાણે સુધારવાનું નામ ન લેતાં હોય એમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હોય છે. ત્યારે ગઇકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે મહેંદ્રનગર ચાર રસ્તા પાસેથી વીદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીના મહેંદ્રનગર ચાર રસ્તા પાસે વીદેશી દારૂનો જથ્થો છુપડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરતા સ્થળ પરથી વીદેશી દારૂ મેક ડોવેલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કીની ૧૦ બોટલનો રૂ. ૩૭૫૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખેલ માલ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે