Friday, July 5, 2024
HomeGujaratમોરબીમાં કુલીનગર-૧ના રહેણાંકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,બે આરોપી ફરાર

મોરબીમાં કુલીનગર-૧ના રહેણાંકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,બે આરોપી ફરાર

મોરબી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે વીસીપરા નજીક આવેલ કુલીનગર-૧ માં મળેલ બાતમીને આધારે રેઇડ કરતા રહેણાંક મકાનમાં વેચાણ અર્થે રાખવામાં આવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૫ નંગ બોટલ મળી આવી હતી. જયારે પોલીસની રેઇડ દરમિયાન મકાન માલીક તથા તેની સાથેનો વિદેશી દારૂના ધંધામાં ભાગીદાર એવા બંને શખ્સ હાજર મળી ન આવતા બંને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-૧ માં મોસીનભાઈ માલાણી તથા સાજીદ લાઘાણી ભાગીદારીમાં વિદેશી દારૂની જથ્થો મંગાવી દારૂનું ગેરકાયદે વેચાણ કરે છે. જેથી મળેલ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમે મોસીનભાઈ માલાણીના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન માંક્સનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૫ બોટલ કી.રૂ.૨૧,૬૭૦/- મળી આવી હતી. જયારે બંને આરોપી પોલીસની રેઇડ દરમિયાન હાજર મળી આવ્યા ન હોય તેથી બી ડિવિઝન પોલીસે બંને આરોપી સાજીદ કાદરભાઇ લધાણી રહે-મોરબી વીશીપરા ધોળેશ્વર રોડ કુલીનગર-૧ તથા મોસીનભાઇ જુમાભાઇ માલાણી રહે-મોરબી વીશીપરા ધોળેશ્વર રોડ કુલીનગર-૧ને ફરાર દર્શાવી બંને વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!