Monday, January 13, 2025
HomeGujaratમોરબીમાં અલગ અલગ ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીમાં અલગ અલગ ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવું કહેવું હવે ખોટું નથી. કેમકે રોજ દારૂનો જથ્થાઓ પકડાઇ રહ્યા છે. જોકે બીજી બાજૂ પોલીસની કામગીરીના વખાણ કરવા જોઇએ. કેમકે રોજ દારૂ પકડાઇ રહ્યો છે. જેમાં પોલીસનું ચેંકિગ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે ફરીવાર મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડી કુલ રૂ.35,960નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેઓએ શનાળા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લૉટ પાસે શંકાના આધારે જીગ્નેશભાઈ જયંતીભાઈ વિરસોડીયા (રહે નશીતપર તા.ટંકારા જી મોરબી) નામના શખ્સને રોકી તેની પુછપરછ કરતા કોઈ સંતોષકારણક જવાબ નહિ મળતા તેની ચેકીંગ કરી હતી. જેમાં તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઈડ કંપનીની ૧ બોટલ મળી આવી હતી. જેના કુલ રૂ.૫૦૦/-ના મુદામાલને પોલીસે કબ્જે કરી આરોપીને જેલ હવાલે કર્યો છે.

બીજા દરોડામાં,  વાંકાનેરના લીંબાળાની ધાર પાસે રોડ ઉપર એક બંધ હાલતની કેબીનમા દારૂનો જથ્થો વેચાણ કરાવાના ઇરાદે છુપાડી મુકવામાં આવ્યો હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળતા તેઓએ સ્થળ પર રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂની MCDOVELLS NO.1 COLLECTION WHISKYની રૂ.૨૭,૦૦૦/-ની કિંમતની ૭૨ બોટલો  તથા KINGFISHER SUPER STRONG PREMIUM BEERના રૂ.૧૧૦૦/-ની કિંમતના ૧૧ ટીન મળી કુલ રૂ.૨૮,૧૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે મુદ્દામાલ સાથે પોલીસે ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ પઠાણ (રહે ચંદ્રપુર ગામ ગેલેક્સી સોસાયટી જી.મોરબી) નામના શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે ત્રીજા દરોડામાં, હળવદ પોલીસને બાતમી મળી હતી કે, હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામાં ઘંટીની પાછળ બીજી શેરીમાં રહેતી સલમાબેન ઉર્ફે સોનુ આશીફભાઈ મીર નામની મહિલા વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી મહિલાનાં રહેણાંક માંકનમાંથી વેચાણ કરવાના ઈરાદે રાખી મુકેલ ભારતીય બનાવટની વિદેશીદારૂની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKYની રૂ.૨૮૮૦/-ની કિંમતની ૦૯ બોટલ તથા MC DOWELL’S NO.1 COLLECTION WHISKYની ૧૪ના રૂ.૪૪૮૦/-નો મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.૭૩૬૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને મહિલા આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ પ્રોહી. કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!