Thursday, December 26, 2024
HomeGujaratટ્રકનાં ચોરખાનામાં છુપાડી મોરબીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ટ્રકનાં ચોરખાનામાં છુપાડી મોરબીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં પ્રોહિબિશન-જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે અણયારી ટોલાનાકા પાસેથી ટાટા ટ્રકના ચોરખાનામાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૧૨,૯૮,૫૬૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો ગઈકાલે માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં અણીયારી ટોલટેક્ષ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા. દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી GJ-૧૨-૮૨-૭૮૩૧ નંબરની ટાટા ટ્રક ગાંધીધામ તરફ જનાર છે. જે ટ્રકમાં ચોરખાનુ બનાવી તેમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે. અને ગાડીમાં બીજો કોઇ જ લોડીંગનો સામાન ભરેલ નથી તેવી સચોટ મળેલ હકિકતનાં આધારે અમદાવાદ ગાંધીધામ હાઇવે રોડ ઉપર અણચારી ટોલનાકા પાસે હકિકત વાળી ટ્રકની વોચ ગોઠવતા બાતમી વળી ટ્રકને રોકી ટ્રકમાંથી એટીકૂટી બ્લુ પ્લેટીનીયમ વ્હીસ્કીની ૨૮ બોટલોનો રૂ.૨૩,૮૦૦/-, બ્લેન્ડર પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કીનો ૩૪ બોટલોનો રૂ.૨૮,૯૦૦/-, સિગ્નેચર રેર વ્હીસ્કીની ૩૫ બોટલોનો રૂ.૨૮,૭૦૦/- તથા ગ્રીન લેબલ વ્હીસ્કીની ૬૨૪ બોટલોનો રૂ.૨,૧૨,૧૬૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂ તથા રૂ.૧૦,૦૦,૦૦૦/-ની કિંમતનો ટાટા ટ્રક, એક રૂ.૫,૦૦૦/-ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧૨,૯૮,૫૬૦/- નો મુદામાલ કબજે કર્યો છે. અને હનુમાનરામ ક્રિષ્નારામ ઢાકા (રહે.નેડીનાડી તા. ધોરીમના જી. બાડમેર રાજસ્થાન) નામના શખ્સની અટકાયત માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો રજિસ્ટર કરાવેલ છે. તેમજ બનાવમાં GJ-૧૨-BZ-૭૮૩૧ નંબરના ટ્રકના માલીક તથા માલ મોકનારા જીતેન્દ્રસિંહ રાઠોડ (રાજપૂત) (રહે. જોધપુર (રાજસ્થાન))નું નામ ખુલતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!