Wednesday, November 5, 2025
HomeGujaratવાંકાનેરના ચિત્રાખડા ગામ નજીક રોડ ઉપરથી બોલેરોમાં લઇ જવાતો દારૂ બિયરનો જથ્થો...

વાંકાનેરના ચિત્રાખડા ગામ નજીક રોડ ઉપરથી બોલેરોમાં લઇ જવાતો દારૂ બિયરનો જથ્થો ઝડપાયો : બે આરોપીઓની અટકાયત

મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ નજીક રોડ ઉપરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી ઇંગ્લીશદારૂની બોટલો તથા બિયરના ટીનનો જથ્થો પકડી પાડ્યો છે. અને મુદામાલ સાથે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, થાનગઢ તરફથી ઉંડવી વાળા રસ્તે થઇ એક GJ13AX 6305 નંબરની બોલેરો પીક ગાડી લુણસર તરફ આવે છે જે પીકઅપ બોલેરો ગાડીમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમીના આધારે પોલીસે વોચ પર રહી ચિત્રાખડા ગામ નજીક બોલેરો ગાડી નીકળતા તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી પાર્ટી સ્પેસ્યલ વ્હીસ્કીની ૫૪૦ બોટલોનો રૂ.૬,૪૮,૦૦૦/-, હાઇવર્ડ ૫૦૦૦ બિયરના ૩૩૬૦ ટીનનો રૂ.૭,૩૯,૨૦૦/-, બુસ્વહેકર્સ બિયરના ૧૧૦૪ ટીનનો રૂ.૨,૨૦,૮૦૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી રૂ.૨૨,૧૮,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બોલેરોનાં ચાલક ભરતભાઇ હકાભાઇ ઝાલા તથા પ્રકાશભાઇ ગીધાભાઈ ઝાલાની અટકાયત કરી તેમજ પૂછપરછમાં પ્રવીણ ઉર્ફે પરમેશ હકાભાઇ ઝાલાનું નામ ખુલતા પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!