માળીયા(મી.) માં અણીયારી ટોલનાકા પાસે થી ગઈકાલે મોરબી એલસીબી દ્વારા કુલ કી. ૨૭,૬૪,૨૪૦ લાખના દારૂ અને બિયરનો જથ્થો ભરેલા આઈશર સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો જેની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી માહિતી મળી આવી હતી.
ગુજરાતમાં અગાઉ પણ આવા દારૂના સપ્લાયરો દ્વારા અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કરી દારૂ દારૂ ઘુસાડવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે માળીયા(મી)ના અણીયારી ટોલનાકા નજીક આઈશરમાં ઝડપાયેલા ૨૭,૬૪,૨૪૦ લાખના અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ અને અલગ અલગ બ્રાન્ડના બિયર ના જથ્થામાં પણ નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી જેમાં દારૂ ના સપ્લાયરો દ્વારા આ દારૂ ભરેલ ગાડી ચેકીંગ પોઇન્ટ પરથી સરળતા થી પસાર થઈ જાય તે માટે આઈશર ટ્રકમાં દવાઓ ભરી હોવાની બોગસ બીલટી નો ઉપયોગ કરવમ આવ્યો હતો એટલુંજ નહિ ઇ-વે બિલ અને ઇનોવિસ બિલ પણ બનાવવામાં આવ્યું હતું અને મોરબી એલસીબી દ્વારા બાતમી ના આધારે જીજે ૦૬ ઝેડ ઝેડ ૩૨૦૬ નમ્બરના આઈશર ટ્રકને રોકીને તલાશી લેતા એક પણ દવાઓનું તો નામોનિશાન ન હતું ઓરન્તુ તેમાંથી ભૂંસાની ૬૭ બોરી અને તેની આડમાં સંતળેલ અલગ અલગ બ્રાન્ડની ૧૧,૧૪૮ બોટલ દારૂ અને બિયરના અલગ અલગ બ્રાન્ડના ૪૦૮૦ ટીન નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસ દ્વારા આ ટ્રક ચાલક બળવંતસિંહ સોનારામ શાહુ બીશ્નોઈ(ઉ.૫૦ રહે.શીવાડા ,શારાણીયો કી ઢાણી,ચિતલવાના,જી.જાલોર રાજસ્થાન) વાળાને દારૂ ,આઈશર, મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂ.૩૨,૭૦,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ માલ મોકલનાર અને કોને પહોંચાડવાનો હતો સહિતના મુદ્દે પ્રાથમીક પૂછપરછ આદરી હતી જેમાં માલ મોકલનાર વડોદરાનો શખ્સ વિનોદ સિંધી અને માલ ભરાવી આપનાર રાજસ્થાનનો શખ્સ માધુ સિંગ રાજપૂત રહે.ઉદયપુર ના નામ ખુલ્યા હતા જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને હજુ આ માલ કોને પહોંચાડવાનો હતો એ બાબતે મોરબી એલસીબી દ્વારા વધુ તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન હજુ વધુ નામો ખુલવાની શકયતાઓ સેવાઇ રહી છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા,પીએસઆઈ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, પોલાભાઇ ખાંભરા, સુરેશભાઇ હુંબલ, રામભાઇ મઢ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, ચંદુભાઇ કાણોતરા,ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, સતિષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા સહિતના જોડાયા હતા.