Monday, February 16, 2026
HomeGujaratમોરબીનાં ઘુંટુ ગામ પાછળ પડતર જમીનમાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીનાં ઘુંટુ ગામ પાછળ પડતર જમીનમાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના ઘુંટુ ગામ પાછળ આવેલી પડતર જગ્યામાં ઇકો કારમાં છુપાવી રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો એલ.સી.બી. મોરબીની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ કાસહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. અને મોરબી જિલ્લા એસ.પી.ના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન વિરુદ્ધ ચાલતી ડ્રાઈવ દરમિયાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી બાતમી મળી હતી કે, એક સફેદ કલરની GJ-36AJ-5692 નંબરની ઇકો કારમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમીના આધારે, પોલીસે ઘુંટુ ગામની પાછળ રેડ કરતા કારમાંથી 8 PM સ્પેશિયલ રેર વિસ્કીની 117 બોટલો તથા ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વિસ્કીની 120 બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ રૂપિયા 7,60,700/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપી મોઇન મહમદભાઈ જામ (રહે. મોરબી) તથા તેના સાથીદારો સ્થળ પરથી મળી ન આવતા તેમને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!