Sunday, December 22, 2024
HomeGujaratમોરબીના નવલખી રોડ પર બાવળની જાળીમાં અને ધરતીના પેટાળમાં સંતાડેલ દારૂનો જથ્થો...

મોરબીના નવલખી રોડ પર બાવળની જાળીમાં અને ધરતીના પેટાળમાં સંતાડેલ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના મિલન પાર્ટી પ્લોટ નજીક આવેલ બાવળની જાળીમાં અને ધરતીના પેટાળમાં સંઘરેલ વિદેશી દારૂનો જથ્થો મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધો હતો. આ દરમિયાન આરોપી હાજર ન મળતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

આગામી ગ્રામ પંચાયતની ચુંટણીઓને પગલે દારૂનું દુષણ અટકાવવા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમી આધારે મોરબીના નવલખી રોડ પર આવેલ મિલન પાર્ટીપ્લોટ પાછળના ભાગે રેઇડ કરી ખીમજીભાઇના ઇંટના ભઠ્ઠા પાસેના વોંકળાની જગ્યમાં બાવળની કાંટમાં છુપાવેલ તથા જમીનમાં દાટેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મીલી કાચની કંપની શીલ પેક કુલ ૧૬૧ બોટલો કિ.રૂ .૬૨,૧૧૫ નો મુદામાલ ઝડપી લીધો હતો. આ રેઇડ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો છુપાવી સ્થળ પર હાજર ન મળનાર આરોપી અમરતભાઇ વિઠ્ઠલભાઇ પાડલીયા (રહે.હાલ નવલખી રોડ મિલન પાર્ટીપ્લોટ પાછળ ખીમજીભાઇના ઇંટના ભથા)વાળા વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!