પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના નવલખી રોડ રેલ્વે કોલોની મફતિયા પરામાં આરોપી જીજ્ઞેશ રૈયાભાઈ ટોટા એ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાંથી આધાર પુરાવા વગર વેચાણ કરવાના ઈરાદે રાખેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂ મેકડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઈન હરીયાણા ઓન્લીનાં લેબલ વાળી કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૪ (કિં.રૂ.૫૨૫૦/-) જપ્ત કરી હતી. જ્યારે આરોપી જીજ્ઞેશ સ્થળ પર મળી ન આવતા તેની વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.