Friday, April 26, 2024
HomeGujaratનવલખી રોડ પર રેલવે કોલોની મફતીયાપરામાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી...

નવલખી રોડ પર રેલવે કોલોની મફતીયાપરામાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના નવલખી રોડ રેલ્વે કોલોની મફતિયા પરામાં આરોપી જીજ્ઞેશ રૈયાભાઈ ટોટા એ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાંથી આધાર પુરાવા વગર વેચાણ કરવાના ઈરાદે રાખેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂ મેકડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઈન હરીયાણા ઓન્લીનાં લેબલ વાળી કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૪ (કિં.રૂ.૫૨૫૦/-) જપ્ત કરી હતી. જ્યારે આરોપી જીજ્ઞેશ સ્થળ પર મળી ન આવતા તેની વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!