Thursday, November 28, 2024
HomeGujaratમોરબી,માળીયા મી.અને વાંકાનેરમાં ત્રણ સ્થળોએથી દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી,માળીયા મી.અને વાંકાનેરમાં ત્રણ સ્થળોએથી દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીમાં દેશી-વિદેશી દારૂના વિક્રેતાઓ પર મોરબી જિલ્લા પોલીસે બાઝ નજર રાખી તેમનાં પર એક બાદ એક રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઈડ કરી દેશી તથા વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. જયારે એક ઈસમ મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામા, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સીપાઇવાસ રીધ્ધી સીધ્ધી દુકાન પાસે શંકાના આધારે સમીરભાઇ મયુદીનભાઇ સૈયદ (રહે.મોરબી લગધીરવાસ રીધ્ધીસીધ્ધી દુકાન ઉપર મકાનમા મુળરહે.ધાંગધ્રા સોનીતલાવડી જુના માલવણનો ઉતારો જી.સુરેન્દ્રનગર) નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા શખ્સની તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હાઇટ બ્લુ પ્રીમીયમ વ્હીસ્કીની સીલ તુટેલ એક બોટલ મળી આવતા પોલીસે રૂ.૩૦૦/-ની કિંમતનો દારૂનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમને ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ભીમગુડા ગામની સીમમાં રામદેવપીરના મંદીર પાસે આવેલ ભાવેશભાઇ મસાભાઇ ઉર્ફે મશરૂભાઇ વીંઝવાડીયાની વાડીની પાસે ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી દેશી દારૂ ગાળવાનો રૂ.૧,૬૦૦/-ની કિંમતનો ૮૦૦ લિટર ઠંડો આથો, રૂ.૧,૦૦૦/-ની કિંમતનો ૫૦ લિટર દેશી દારૂ તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના રૂ.૨,૬૫૦/-ની કિંમતના સાધનો તથા રૂ.૩૦,૦૦૦/-ની કિંમતની મોટર સાયકલ મળી કુલ રૂપીયા-૩૫,૨૫૦/-નો મુદ્દમાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ વીપુલભાઇ ગોવીંદભાઇ ડાભી (રહે.વીરપર તા.વાંકાનેર જી.મોરબી) તથા ભાવેશભાઇ મસાભાઇ ઉર્ફે મશરૂભાઇ વીંઝવાડીયા (રહે.ભીમગુડા સીમ,રામદેવપીરના મંદીર પાસે વાડીમાં તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોની સ્થળ પરથી અટકાયત કરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપી મહાદેવ સેલાભાઇ કુકવાવા (રહે.વીરપર તા.વાંકાનેર જી.મોરબી) સ્થળ પર હાજર ન મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ત્રીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે મોવર ટીંબો માળીયા મી. તરફ જતા નદીના કાંઠે બાવળની કાંટમા ચાલતા દેશી દારૂ બનાવવાના ગોરખ ધંધા પર રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી રૂ.૪૦૦/-ની કિંમતનો ૨૦૦ લિટર ગરમ આથો, રૂ.-૬૦૦/-ની કિમતનો ૩૦૦ લિટર ઠંડા આથો તેમજ દેશી દારૂનું ૧ પ્લાસ્ટિકનું કેન જેમાં રહેલ રૂ.૨૦૦ની કિંમતનું ૧૦ લિટર દારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૧૨૦૦/- ના મુદામાલ સાથે અનવર જાનમમદભાઇ મોવર (રહે મોવર ટીંબા માળીયા મી.) નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!