મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની તેમજ મિલ્કત સબંધી પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે મોરબી શહેરમાંથી આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસની સર્વેલન્સ સ્ટાફની ટીમ ગઈકાલે પેટ્રોલીગમા હોય દરમ્યાન તેઓને ખાનગીરાહે મળેલ હકિકતનાં આધારે, મોરબી ભકિતનગર સર્કલ એસ્સાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમા રેઇડ કરતા AYURVEDIC PROPRIETRY MEDICINE GEREGEM ASAVની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની રૂ.૧૮,૦૦૦/-ની કિંમતની ૧૨૦ બોટલોનો જથ્થો કુલદીપભાઇ ગોવીંદભાઇ ડાંગર (રહે.મોરબી કેનાલ પાસે યદુનંદન-૨ મુળરહે.જશાપર તા.માળીયા(મી)) વેચાતો હોય જેની પાસેથી હિતેષભાઇ રાવલ (રહે.મોરબી)એ આ જથ્થો મેળવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે જથ્થો કબ્જે કરી એફ.એલ.એલ રીપોર્ટ આવ્યે થી વધુ કાર્યવાહી કરવામા આવશે તેમ જણાવ્યું હતું.