માળિયાં મી. નું નવલખી પોર્ટ અનેક વખત ચર્ચાઓમાં રહ્યું છે તો બીજી બાજુ ગુજરાત નો દરિયાકિનારો પણ વિશાળ લાંબો છે જેનો લાભ અસામાજિક તત્વો લઇ રહ્યા હોય છે તેમાં મોરબી નવલખી પોર્ટ પર પણ એવા અસામાજિક તત્વો ની નજર રહેતી હોય છે જેમાં છેલ્લા કેટલાક સમયથી મોરબીના નવલખી પોર્ટ પર અસામાજીક તત્વોનો જાણે અડ્ડો બની ગયું હોય તેમ લાગતા વળગતા ઈસમો દ્વારા અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાની ચર્ચાઓ જોરશોર થી ચાલી છે.
નવલખી દરિયાની આસપાસ ગ્રામ્ય વિસ્તાર છે જેથી આવા તત્વોને સમય જોઈને ખોટા ગેરકાયદેસરના કામો કરવામાં સહેલાઇ રહેતી હોય છે.જો કે પોલીસ ધારે તો એક ચપ્પલ પણ કોઈ ના લઇ જઈ શકે પરંતુ કેમ કોઈ પોલીસ દ્વારા પગલાં લેવામાં નથી આવતા એ વાત સમજાતી નથી કોલસા ચોરી હોય ડીઝલ ચોરી હોય ખનીજ ચોરી હોય કે અન્ય કોઈ પ્રવૃત્તિ પણ સ્થાનિક પોલીસના નાક નીચે આવી પ્રવૃત્તિઓ કેમ ચાલે છે એ વાત ગળે ઉતરતી નથી શું આમાં કોઈ પોલીસ કર્મચારી જ સંડોવાયેલ છે કે કેમ ? એ અંગે પણ તપાસ થવી જોઈએ.જોકે મોટાભાગના પોલીસકર્મીઓ પણ આ વાત થી અજાણ નથી કે આમાં કોણ સહયોગ આપી રહ્યું છે તેવી ચર્ચાઓ પણ આવા અસામાજિક તત્વોમાં ચર્ચાઈ રહી છે એટલે જ આવા તત્વો ખુલ્લે આમ ગેરકાદેસર પ્રવુતિ કરતા અચકાતા નથી ત્યારે આજદિન સુધીમાં પોલીસ અધિકારીઓ ને પણ આવા કામની ગંધ અમુક પોલીસકર્મીઓએ ન આવા દીધી હોય તેમ અમુક ગેરકાદેસર ધંધાર્થીઓને મીઠી નજર હેઠળ મંજૂરી આપી દેવામાં આવી છે તેવી લોકચર્ચા મળીયા પંથકમાં જોરશોરથી ચાલી છે ત્યારે સત્ય શું એ અધિકારીઓ જાણવાનો પ્રયત્ન કરે તો દૂધનું દૂધ અને પાણી નું પાણી થાય તેમ કાઈ શંકા ને સ્થાન નથી.