મોરબીમાં દિન પ્રતિદિન બાઈક ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક બાઈક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક રેલવે કર્મીનું માણાબા રેલ્વેના પાટા પર આવેલ ઘોડા ધ્રોઈ બ્રીજ નં-૧૪૩ નીચે પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી જતા સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.માં ખાખરેચી રેલ્વે કવાટર્સ નં.૧૯-બી ખાતે રહેતા અને રેલવેમાં કામ કરતા રીંકલભાઈ મહેશભાઈ પ્રજાપતી નામના યુવકે ગે તા.૦૩/૦૬/૨૦૨૩ ના રોજ સવારે પોતાનું રૂ.૨૫,૦૦૦/-ની કિંમતનું જી.જે.૨૭.એ.૦૮૮૯ નંબરનું બ્લુ કલર પટા વાળુ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલ માણાબા રેલ્વેના પાટા પર આવેલ ઘોડા ધ્રોઈ બ્રીજ નં-૧૪૩ નીચે પાર્ક કરેલ હતું. જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી જતા ફરિયાદીએ પરત આવી પોતાનું મોટરસાઇકલ સ્થળ પર ચકાસતા સ્થળ પર મળી ન આવતા સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.