Friday, May 30, 2025
HomeGujaratમોરબીમાં વિદેશી દારૂના અનેક ગુન્હામાં સંડોવાયેલ રાજસ્થાની ઇસમને પાસા હેઠળ અટકાયત કરી...

મોરબીમાં વિદેશી દારૂના અનેક ગુન્હામાં સંડોવાયેલ રાજસ્થાની ઇસમને પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયો

મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી દેવામાં આવ્યો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને રાજસ્થાનના સાંચોર તાલુકા ખાતેથી પકડી ભાવનગર જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી રામારામ મેઘારામ તરડ સાંચોર તાલુકો જાલોર જિલ્લો રાજસ્થાન વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. જે ઇસમની તાત્કાલિક અટકાયત કરવા માટે એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ કે.એચ.ભોચીયા તેમજ વી.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી સાથે પોલીસ ટીમ બનાવી રામારામ મેઘારામ તરડની તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ પાસા એકટ હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

જેમાં એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી, બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!