Wednesday, September 18, 2024
HomeGujaratમોરબીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરીની ઉપસ્થિતિમા રેલી યોજાઈ

મોરબીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરીની ઉપસ્થિતિમા રેલી યોજાઈ

મોરબીમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ત્રિરંગા રેલી યોજવામાં આવી હતી તેમજ જલારામ મંદિર ,રામજી મંદિર અને ખોડિયાર મંદિર ખાતે દર્શન કરી આગામી ચૂંટણીમાં વિજયી બનવાની મનોકામના વ્યક્ત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી માળીયા સીટ માટે ગઈકાલે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે પંકજ રાણસરીયાના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે મોરબીમાં આપ ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુંદાન ગઢવી ની ઉપસ્થતી માં મોરબીના વિવિધ મંદિરો જેવાકે જલારામ મંદિર તેમજ દરબાર ગઢ ખાતે ખોડિયાર મંદિર અને રામજી મંદિર ના દર્શન કરીને ત્રિરંગા યાત્રાની શરૂઆત કરવામા આવી હતી જે યાત્રા શહેરના દરબારગઢ થી શરૂ થઈને જુના બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થઈ હતી.

આ તકે નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુંદાન ગઢવી એ જણાવ્યું હતું કે લોકો જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને પરિવર્તનની જરૂરિયાત છે ત્યારે આ યાત્રા રોજ ત્રણ વિધાનસભા માં ફરસે અને આ દરમિયાન લોકોને જાગૃત કરવામાં આવે છે અને દિલ્હી પંજાબ ની જેમ મોરબીમાં પણ સારી સ્કૂલ મળે સારી હોસ્પિટલ મળે તે માટે આમ આદમી પાર્ટીને મત આપજો અને આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ૧ માર્ચથી વીજળીનું બિલ ઝીરો આવશે અને મોરબીમાં વિકાસ દેખાતો નથી અને આપ ને એક મોકો મળશે તો મોરબી આલીશાન બનાવવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!