આપણી સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિની વિભિન્ન વિધાઓનું જતન અને સંવર્ધન કરતી અખિલ ભારતીય સંસ્થા “સંસ્કાર ભારતી ” મોરબી જીલ્લા સમિતિ અને વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબીના ઉપક્રમે રંગોલી વર્કશોપ ભૂઅલંકરણ પ્રશિક્ષણ શિબિરનું તારીખ:- ૧૪ અને ૧૫ ઓકટોબર ૨૦૨૩ના રોજ મોરબીના સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં આવેલા વરિયા પ્રજાપતિ બોર્ડિંગ મુકામે આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય શિબિરમાં તજજ્ઞ યોગેશભાઈ યેલવે (રંગોલી વિધામાં ગુજરાત પ્રાંતના સંયોજક તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે) દ્વારા સુંદર માર્ગદર્શન મળ્યું, શિબિરના ઉદઘાટન પ્રસંગમાં સંસ્કાર ભારતી મોરબી જીલ્લાના અધ્યક્ષ લોકસાહિત્યકાર અશ્વિનભાઇ બરાસરા, મહામંત્રી પ્રાણજીવનભાઈ પૈજા કોસાધ્યક્ષ મયુરીબેન કોટેચા તેમજ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા, ખજાનચી જયેશભાઇ બારેજીયા અને સર્વે સંસ્કાર ભારતી મોરબી જીલ્લા સમિતિના ના સદસ્યો ઉપસ્થિત રહેલ. આ પ્રશિક્ષણ શિબિરમાં ૪૦ સભ્યોએ ભાગ લઈ રંગોળીના વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યો અને ઓછા સમયમાં વિશાળ ફલક ઉપર રંગોળી કરવાનો મહાવરો પ્રાપ્ત કર્યો હતો.