મળતી માહિતી અનુસાર હળવદના રહેવાસી જનકભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ભક્તિનંદન ટ્રેડીંગ નામની દુકાનમાં ખેત ઉત્પાદનનો વેપાર અને કમીશન એજન્ટનો વેપાર કરતા હોય જેને ગત તા. ૩૧-૦૮ ના રોજ બપોરે મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં યશપાલસિંહ ઝાલા બોલતા હોવાનું જણાવ્યું હતું અને રૂબરૂ મળવું છે તેમ કહેતા ફરિયાદી જનકભાઈ રાયસંગપર ગામે હોવાનું જણાવ્યું હતું અને ખંડણી પેટે રૂ ૯૦ લાખ વસુલવા છે તેવી માહિતી મળી હતી, ગત તા. ૦૩-૦૯ ના રોજ વેપારી માર્કેટિંગ યાર્ડમાં આવેલ દુકાને હોય ત્યારે યશપાલસિંહ સ્વીફ્ટ કાર જીજે ૧૨ ઇઇ ૮૬૫૭ લઈને આવ્યા હતા અને ૯૦ લાખ આપવા જ પડશે કહ્યું હતું જેથી વેપારીએ હું તમને ઓળખતો નથી મારે તમારી સાથે કાઈ લેવાદેવા નથી તો શેના રૂપિયા આપવાના તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને તું હજી મને ઓળખતો નથી હું જેની પાસે ખંડણી માંગુ તે ચુપચાપ આપી દે છે તારા પરિવારે સહી સલામત જીવતા રહેવું હોય તો તા. ૦૫ સુધીમાં ૯૦ લાખ આપી દેજે નહીતર તારા ઘરમાંથી ઉપાડી જઈશ અને મારી નાખીશ તેવી ધમકી આપી હતી હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.