Friday, January 10, 2025
HomeGujaratભારે વરસાદને પગલે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરાઈ

ભારે વરસાદને પગલે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરાઈ

આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને ભારે વરસાદે ઘમરોળ્યું છે. મોરબી સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને પગલે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અન્વયે આપત્તિના બનાવ સમયે તેમજ અન્ય જરૂરિયાત ઊભી થઈ તાત્કાલિક મેડિકલ સારવાર આપી શકાય તે હેતુ માટે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. જનરલ હોસ્પિટલ ખાતે તા. ૨૭/૦૮/૨૦૨૪ થી તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારી ડો. એન.એન. રૂપાલાના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. જ્યારે તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાકથી તા. ૨૯/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારી ડો. દર્શન પટેલના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક તથા આર.એમ.ઓ.ની સુચના મુજબ રિસ્પોન્સ ટીમ્સ કાર્યરત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!