Saturday, February 1, 2025
HomeGujaratમોરબીમાં બેફામ આઇશર ટ્રક ચાલકે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન પર વાહન...

મોરબીમાં બેફામ આઇશર ટ્રક ચાલકે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન પર વાહન ચડાવી મારી નાખવાનો પ્રયાસ:પોલીસ ફરિયાદ નોંધાઈ

આઇસર ચાલકે ટ્રાફિક પોલીસને મારી નાખવાના ઈરાદે મોટર સાયકલને ટક્કર મારી, પોલીસ અને ટીઆરબી જવાનને ગંભીર ઈજા

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ટ્રાફિક શાખા દ્વારા પેટ્રોલિંગ કરી ટ્રાફિકની કામગીરીમાં હોય તે દરમિયાન ગેંડા સર્કલથી રવિરાજ ચોકડી હાઇવે રોડ ઉપર રોંગ સાઈડમાં આવતા આઇસરને રોકવા ઇશારો કરતા તે રોકાયેલ નહિ જેથી પોલીસ હેડ કોન્સ્.અને ટી.આર.બી. જવાન મોટર સાયકલ લઈને આઇસરનો પીછો કરતા આઇશર ટ્રકના ચાલકે યુ-ટર્ન લઈ જાણી-જોઈને મોટર સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જી પોતાનું આઇસર ટ્રક રેઢું મૂકીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં બંને પોલીસકર્મીને ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્ત પોલીસકર્મી દ્વારા આરોપી આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ મનજીભાઈ સોલગામા અને તેમની સાથે કોન્સ્ટેબલ ભાવેશભાઈ નાટડા તથા ટી.આર.બી. જવાન મેહુલભાઈ ભોજાભાઈ સીતાપરા ગઈકાલ તા.૩૧/૦૧ સવારથી મોરબી-૨ સીટી વિસ્તારમાં ટ્રાફિક નિયમન કામગીરી પર હતા. ત્યારે ગેંડા સર્કલથી રવિરાજ ચોકડી તરફ જતા સનુરા સીરામિક સામે ચામુંડા હોટલ પાસે, મહેન્દ્રનગર ચોકડી તરફથી એક આઇશર ટ્રક નં. જીજે-૦૧-સીઝેડ-૯૩૨૪ રોંગ સાઇડમાં આવી રહ્યું હતું. જેથી આ આઇસરને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ આઇસર ચાલકે પોતાનું વાહન આગળ જવા દીધું હતું. આ સાથે હેડ કોન્સ. કિશોરભાઈ મનજીભાઈ સોલગામા અને ટી.આર.બી. જવાન મેહુલભાઈ મોટર સાયકલ લઈને તેની પાછળ ગયા ત્યારે આઇશર ટ્રકના ચાલકે આગળ જઈ યુ-ટર્ન લીધો અને ફુલ સ્પીડમાં તેમની સામે આવી મોટર સાયકલને જોરદાર ટક્કર મારી બંને મોટર સાયકલ સવાર જવાનોને ફંગોળ્યા હતા, આ અકસ્માતમાં કિશોરભાઈના ડાબા ખભામાં ફ્રેક્ચર થયું અને મેહુલભાઈને ડાબા ઘૂંટણમાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી આ આઇશર ટ્રકનો ચાલક ઘટના સ્થળે વાહન રેઢું મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ ફરાર આઇસર ચાલક આરોપીની સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!