મોરબી સરકારી હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇકની ચોરીનો ભેદ ઉકેલાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે આલાપ રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે નીકળેલ રીઢા વાહન ચોર શખ્સને ઝડપી લેવામાં આવી અગાઉ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇકની ચોરીમાં ગયેલ બાઇક રિકવર કરવામાં આવી નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પ્રયત્નશીલ હોય તે દરમિયાન શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસના આધારે ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી સરકારી હોસ્પીટલમાથી ચોરી કરેલ મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-ઈડી-૬૪૨૮ સાથે આરોપી નવઘણભાઈ મોરબીના આલાપ રોડ ઉપરથી પસાર થવાનો હોવાની બાતમીને આધારે વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત આરોપી ત્યાંથી પસાર થતા તેની પાસે મોટર સાયકલના જરૂરી આધાર પુરાવા માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા ઉપરોક્ત મોટર સાયકલ ચોરીનું હોય અને તેની ચોરીની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલાનું સામે આવતા તુરંત આરોપી નવઘણભાઇ અમરશીભાઇ પરમાર રહે.મોરબી-૨ શોભેશ્વર રોડ મફતીયપરામા ઝુપડાવાળાની અટક કરી હતી. વધુમાં પકડાયેલ આરોપી સામે અગાઉ મોરબી બી ડિવિઝન અને એ ડિવિઝનમાં ચોરીના ત્રણ ગુના નોંધાયેલ છે.