લોકસભા ચૂંટણીનું પરિણામા જાહેર થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જામનગર બેઠક પર પૂનમ માડમે જીતની હેટ્રિક લગાવી 6,17,804 મતો મેળવ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવીયાને 3,80,854 મતો મળ્યા છે જે સાથે પૂનમ માંડમે 2,36, 990 મતોની લીડ સાથે જીત મેળવી ચૂક્યા છે.
જામનગર લોકસભા બેઠક પર પુનમ માંડમે જીતની હેટ્રિક મારી છે. જે જામનગર બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર સૌથી વધુ જોવા મળી હતી. શરૂઆતમાં તબક્કામાં પૂનમ માંડમ ને કોંગ્રેસના ઉમેદવાર જે લું મારવિયા ખરા ખરીની ટક્કર મારી રહ્યા હતા. પરંતુ તેમ છતાં ભાજપના ઉમેદવાર પૂનમ માંડમ અંતે આગળ નીકળી ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે ભાજપે પૂનમ માંડમ પર ફરી એકવાર વિશ્વાસ મુકીને ટિકીટ આપી હતી ત્યારે આ વખતી જીતની હેટ્રિક નોંધાવતા ભાજપે ફરી જામનગર લોકસભા સીટ પોતાને નામ કરી છે. જામનગરની બેઠક પર અગાઉ પણ 2019 અને 2014માં પૂનમ માડમ લડી ચૂક્યા છે ત્યારે તે વખતના મતોની વાત કરીએ તો 2014માં પૂનમ માડમને 4,84,412 મતો મળ્યા હતા આ સાથે 2019માં 5,91,588 મતો મળ્યા હતા ત્યારે આ વખતે પણ જીતની હેટ્રીક લગાવતા પૂનમ માડમ 6,17,804 મત મેળવીને ભગવો લહેરાવ્યો છે. ત્યારે પુનમ માંડમને ભાજપે ત્રીજી વખત રીપિત કરતા જાણકારો કહીં રહ્યા છે કે ‘પર્ફૉર્મન્સ, લોકસંપર્ક અને વોટબૅન્ક પર પકડ’ આ ત્રણ કારણોસર ભાજપે ફરી તેમને તક આપી છે. કેટલાક જાણકારો એમ પણ કહે છે કે કૉર્પોરેટ ગૃહો સાથેનો તેમનો ઘરોબો પણ વધુ એક કારણ કે પુનમ માંડમની પસંદગી ભાજપે ફરી કરી છે.