Monday, January 27, 2025
HomeGujaratચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેફામ અને મનસ્વી રીતે લાઉડસ્પીકર વગાડવા ઉપર પર પ્રતિબંધાત્મક...

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેફામ અને મનસ્વી રીતે લાઉડસ્પીકર વગાડવા ઉપર પર પ્રતિબંધાત્મક આદેશ જારી

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ સંદર્ભે ચૂંટણી સમય દરમ્યાન રાજકીય પક્ષ/ઉમેદવારો/કાર્યકરો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરતા હોય છે. ખૂબ ઊંચા અવાજે પ્રચાર કરતા લાઉડસ્પીકરોના ઉપયોગને કારણે ખૂબજ ધ્વનિ પ્રદુષણ થાય છે અને આમ જનતાની શાંતીમાં ખલેલ પહોંચે છે જેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લાઉડસ્પીકર બેફામ અને મનસ્વી રીતે વગડવા ઉપર પ્રતિબંધ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

- Advertisement -
- Advertisement -

જાહેરનામા અનુસાર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારના ૦૬ કલાકથી રાત્રીના ૧૦ કલાક સુધી જ થઈ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા કોઈપણ પ્રકારના વાહન પર સક્ષમ અધિકારીશ્રીની નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહીં અને પરવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી તથા મોટર વ્હીકલ એકટ હેઠળ સક્ષમ અધિકારી પાસેથી નિયત નમુનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે તથા વાહન પરમીટના હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી/પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધીત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતા પહેલા લેખીતમાં જાણ કરવાની રહેશે, લેખીત પરવાનગી વગર કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડસ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાઘનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે, કોઈપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!