મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસી રહેલા વરસાદને લઈને લોકોને ભારે હાલાકી પડી છે. જેને લઇ મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મોરબી ખાતે ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ છેલ્લા દિવસોમાં તંત્રએ કરેલા કામની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી વિકાસ કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કચ્છ–મોરબી સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કાંતિ અમૃતિયા, કલેકટર, કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી કે.એસ અમૃતિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.