મોરબીના નવડેલા રોડ પર જર્જરિત ઇમારતની છત તૂટી પડવાની ઘટના સામે આવી છે. જે છત તૂટી પડતાં નીચે પાર્ક કરેલ એક કાર અને રીક્ષાને ભારે નુકશાન થવા પામ્યું હતું. જ્યારે અન્ય કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. ત્યારે અનેક વખત જર્જરિત ઈમારતનો ભાગ ધરાશાય થવાની ઘટના બનતા સ્થાનિકો દ્વારા તંત્ર કડક કાર્યવાહી કરે અને જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવે તેવી માંગ કરાઇ છે.
મોરબીના સતત ધમધમી રહેલા નવડેલા રોડ પર જર્જરીત ઈમારતની છત તૂટી પડી જવાની ઘટના સામે આવી છે. છત તૂટી પાડયા નીચે પાર્ક કરેલ કાર અને રીક્ષામાં મોટું નુકશાન થાય પામ્યું હતુ. સતત લોકોની અવર જવર વાળા રસ્તા પર છત તૂટી પડી પરંતુ સદનસીબે નીચે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. પરંતુ ઉલ્લેખનીય છે આ પહેલા પણ આ જ બિલ્ડિંગની છત ધરાશાય થઈ હતી. ત્યારે મનપા અન્ય કોઈ અનિચ્છિનિય બનાવ બને તે પહેલા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જર્જરીત ઇમારત તોડી પાડવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે