મોરબીમાં વધુ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં કંન્ટેનર(ટ્રક)ના ચાલકે એક રીક્ષાને હડફેટે લેતા રિક્ષાએ પલ્ટી મારી હતી. જેના કારણે રીક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે કંન્ટેનર(ટ્રક) ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ જતા સમગ્ર મામલે મરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સાહીલભાઇ સોંડાભાઇ સિહોરા નામનો વ્યકતિ પોતાની GJ-36-U-5627 નંબરની સી.એન.જી રીક્ષા લઈ મોરબી તાલુકાના સાપર ગામ તથા ગાળા ગામ વચ્ચે આવેલ નાળા પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી GJ-12-BV-6717 નંબરના કંન્ટેનર(ટ્રક)ના ચાલકે પોતાનું કંન્ટેનર(ટ્રક) પુરપાટ ઝડપે ચલાવી સાહીલભાઇની સી.એન.જી રીક્ષાને સામેથી આવી હડફેટ લઇ અકસ્માત કરી રીક્ષાને પલટી ખવડાવી દેતા સાહીલભાઇના પગમા તથા માથાના ભાગે તથા આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે કંન્ટેનર(ટ્રક)નો ચાલક પોતાનું વાહન સ્થળ પર મુકી ત્યાથી નાસી જતા સમગ્ર મામલે ઈજાગ્રસ્તના મિત્ર કાળુભાઇ સગ્રામભાઇ ઝીઝુવાડીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.