હળવદ ટાઉનમાં વધુ એક વાહન ચોરીની ઘટના સામે આવી છે, જેમાં સરા રોડ ઉપર નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ફેરા માટે ઉપયોગમાં લેવામાં આવતી છકડો રીક્ષા કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, હળવદના કૃષ્ણનગરમાં રહેતા દયારામભાઈ ભુદરભાઈ ચાવડા ઉવ.૪૮ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ફરિયાદી દયારામભાઈને સરા રોડ ઉપર નારાયણ પેરાજ નામે ટ્રાન્સપોર્ટ ચલાવે છે, જે ટ્રાન્સપોર્ટના ફેરા માટે ઉપયોગમાં લેવાતી જૂની છકડો રીક્ષા રજી.ન. જીજે-૧૩-ટી-૫૬૧૯ ત્યાં રાખેલ હોય, જેનો ઉપયોગ ઓફિસમાં મજૂરી કામ કરતા મજૂર ફેરા માટે કરતા હતા, ત્યારે ગત તા.૨૨/૧૨ ના રોજ ઉપરોક્ત છકડો રીક્ષાનો ફેરો કરીને ટ્રાન્સપોર્ટ ઓફિસની બહાર રાખી રાત્રીના ૯ વાગ્યે આસપાસ ટ્રાન્સપોર્ટ બંધ કરી ફરીયાદી પોતાના ઘરે જતા રહ્યા હતા, જે બાદ બીજે દિવસે સવારે ઉપરોક્ત છકડો રીક્ષા ત્યાં જોવામાં આવી ન હતી, ત્યારે રીક્ષાની આજુબાજુમાં તપાસ કરતા તે મળી આવેલ ન હોય, તે છકડો રીક્ષાની કોઈ ચોરી કરી લઈ ગયેલ હોય. હાલ હળવદ પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.









