ચોમાસાની શરૂઆત થતા જ તંત્રની દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી હોય કે કોન્ટ્રાક્ટરો ની બેદરકારી હોય કામમાં વેઠ ઉતારવામાં આવી હોય તેના ઉત્તમ ઉદાહરણ ઠેરઠેર જોવા મળતા મોટા ભૂવા અને તૂટી ગયેલા રસ્તા છે.દરેક ચોમાસે તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીના લીધે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.તેવો જ એક બનાવ મોરબી તાલુકાના ધુળકોટ ગામેથી સામે આવ્યો છે.
મોરબીના ધુળકોટ ગામે ડેમી-3 ડેમ નજીક રોડ ધસી પડ્યો છે. ધુળકોટ થી કોયલી આંબળા તરફ જતો રસ્તાનો ભાગ ધસી પડ્યો હતો.જોકે આ બનાવ બન્યો ત્યારે ત્યાં કોઈ હાજર ન હતું અને જાનહાનિ ટળી હતી.આ રોડ પરથી આજુબાજુના દસ જેટલા ગામના લોકોની અવર જવર છે.જેથી હજારો લોકોને તૂટેલા રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખૂલી ગઈ છે, અહીં મહત્વની વાત તો એ છે કે, આ રોડ બે વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો.