Friday, December 27, 2024
HomeGujaratબંને પોલીસ મથકમાં ૧૩ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂની ૨૯,૯૦૨ બોટલ ઉપર રોડ...

બંને પોલીસ મથકમાં ૧૩ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂની ૨૯,૯૦૨ બોટલ ઉપર રોડ રોલર ફેરવ્યું

વાંકાનેર તાલુકા તથા સીટી પોલીસ મથકમાં જુલાઈ ૨૦૨૪ થી ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન પકડાયેલા કુલ ૨૯,૯૦૨ વિદેશી દારૂની બોટલોનો, જેની કિંમત ૬૩.૭૮ લાખ હતી તેનો નાશ કરવામાં આવ્યો છે. વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે રોડ પાસે રંગપર-ગારીડા ગામ વચ્ચે આવેલ પડતર ડામર રોડ ખાતે બોટલ ઉપર રોડ રોલર ફેરવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પ્રોહિબીશનના મુદ્દામાલના નાશના આદેશો આપ્યા હતા. આ અનુસંધાનમાં વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ મથકમાં છેલ્લા ચાર મહિનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસે ૫ કેસોમાં પકડેલ ૨૯,૪૬૯ બોટલો કિંમત રૂ. ૬૨,૭૮,૨૭૦ અને વાંકાનેર સીટી પોલીસે ૮ કેસોમાં પકડેલ ૩૩૩ બોટલો કિંમત રૂ. ૧,૦૦,૨૨૫ સાથે કુલ ૧૩ ગુનામાં પકડાયેલા ૨૯,૯૦૨ બોટલો કિંમત રૂ. ૬૩,૭૮,૪૯૫ નો નાશ કર્યો હતો.

આ કામગીરી વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પર ગારીડા અને રંગપર ગામની વચ્ચે કરવામાં આવી હતી. કાર્યમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વી.ડી. સાકરીયા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક આર.ટી. વ્યાસ, નશાબંધી અને આબકારી ખાતાના અધિકારીઓ એસ.સી. વાળા, વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.વી. ખરાડી, અને વાંકાનેર સીટી પીઆઇ એચ.વી. ઘેલા સહિતના અધિકારીઓ હાજર wરહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!