નૂતન વર્ષ નિમિત્તે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજનું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું.જેમાં મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ભૂદેવ પરિવારો હાજર રહ્યા હતા.
નૂતન વર્ષ નિમિતે મોરબીના પરશુરામ ધામ ખાતે સ્નેહ મિલન યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ જોડાયા હતા. ત્યારે સ્નેહ મિલન કાર્યક્રમમાં પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા,ડો. અનિલભાઈ મહેતા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, હસુભાઈ પંડ્યા, જગદીશભાઈ ઓઝા, ડો બી.કે.લેહરું, ડૉ રાજુ ભાઈ ભટ્ટ, વિનુભાઈ ભટ્ટ, આર.કે.ભટ્ટ, મુકુંદભાઈ જોશી, પ્રશાંતભાઇ મહેતા, નીલાબેન પંડિત, કલ્પનાબેન શર્મા તમેજ બ્રહ્મ બંધુઓએ મોટી સંખ્યામાં કાર્યક્રમ પૂર્ણ થયે પ્રસાદ લીધો હતો. અને સ્વચ્છતા માટે દરેક બ્રહ્મ બંધુઓએ શપથ લિધા હતા. આ કાર્યક્રમને સફળ બનવા માટે નીરજ ભટ્ટ અને ચિંતન ભટ્ટ એ જેહમત ઉઠાવી હતી.