Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાંથી ખ્યાતનામ ઓઇલ કંપનીના નામે ભેળસેળ યુક્ત ઓઇલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

મોરબીમાંથી ખ્યાતનામ ઓઇલ કંપનીના નામે ભેળસેળ યુક્ત ઓઇલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

મોરબીમાંથી નામાંકીત ઓઇલ કંપનીના નામે ભેળસેળ યુક્ત ઓઇલ બનાવતી ફેકટરી ઝડપાતા ઉહાપોહ મચી જવા પામ્યો છે.મોરબી એલસીબી પોલીસે લાતી પ્લોટ ખાતે રેઇડ પાડી રૂપિયા ૨૫,૫૦,૯૯૫ નો મુદામાલ સાથે બે શખ્સોને દબોચી લઈ સમગ્ર કૌભાંડ ઉઘાડું પડ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડાએ ચાર્જ સંભાળતાની સાથે જ સટાસટી બોલાવી નામાકિત કંપનીઓની ડુપ્લીકેટ ચિજવસ્તુ બનાવી બજારમાં વેચતા અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટાફને કડક સૂચના આપી છે જેને પગલે એલસીબી પોલીસ પ્રયત્નશીલ હતી આ દરમિયાન શહેરના લાતી પ્લોટ શેરી નં. – ૦૬ , મુમનગર ચોક શિવમ પ્લાય અને હાર્ડવેરની બાજુમાં દિનેશભાઇ દલવાડીના મોટર સાયકલ, સી.એન.જી.રીક્ષા, ફોર વ્હીલ સહિતના વાહનોનામાં વપરાતા જુદી – જુદી નામકિત કંપનીના ઓઇલના નામે ભેળસેળ યુક્ત ડુપ્લીકેટ ઓઇલ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેને પગલે પોલીસે રેઇડ કરતા હોન્ડા ૪ – સ્ટોર્ક એન્જીન ઓઇલ, હિરો ૪ – ટી પ્લસ મો.સા. એન્જીન ઓઇલ, કેસ્ટ્રોલ એકટીવ ઓઇલ, સર્વે સુપર ૪ – સ્ટોર્ક એન્જીન ઓઇલ, મેક ૨ – ટી ઓઇલ, બજાજ ડીટીએસ પ્રિમીયમ એન્જીન ઓઇલ, ગલ્ફ ૪ – ટી ઓઇલ – ઓઇલના નામે ભેળસેળ યુક્ત ઓયલ બનાવતા હોવાનું ભોપાળુ છતું થયું હતું.

આથી પોલીસે બેઇઝઓઇલ , એડીટીવ કેમીકલ , ઓઇલ બેઇઝ કલર , ગુલાબનું પરફ્યુમ આર.પી.ઓ. ઓઇલ તથા અલગ અલગ કંપનીના ૮૦૦, ૯૦૦ મીલી , ૨૦,૧૦,૦૫,૦૧ લીટરની ક્ષમતા વાળા ડોલ , ડબલા તથા પાઉચ જેમાં ભેળસેળ યુકત ઓઇલ ભરેલ છેતે કાર્ટુન તથા ખાલી ડબલા , ડોલ , તથા પાઉચ ઢાંકણા સ્ટીકર , તથા શીલીંગમશીન , એમ.આર.પી.પિન્ટર મશીન ઇલેકટ્રીક મોટર , ઓઇલ ભરવાના માપીયા , વજનકાંટા સહિત રૂ . ૨૫,૫૦,૯૯૫ નો મુદામાલ શકપડતી મિલ્કત તરીકે કબ્જે કર્યો હતો.અને આરોપી મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર (રહે.શિવહેરીટેઝ – બી , RDC બેન્ક પાસે , રવાપરરોડ , મોરબી) અને અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા (રહે . સંકલ્પ એપાર્ટમેન્ટ , રવાપર – ઘુનડારોડ મોરબી) ને ઝડપી લીધા હતા.આ બન્ને ઇસમોની મોરબી અયોધ્યાપુરી રોડ પર દુકાન આવેલ હોવાથી કંપનીના ઓઇલોના જેવા જ પેકીંગ કરી બજાર ભાવ કરતા સસ્તા ભાવનું તેમજ કંપની માંથી બીલ વગરનો માલ હોવાનું કહી મોરબી,રાજકોટ , અમદાવાદ , સુરત ખાતે હોલસેલમા ધાબડી દેતા હતા.

આરોપીઓની ફાઇલ તસ્વીર
આરોપીઓની ફાઇલ તસ્વીર

આ કામગીરી દરમિયાન એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા એ.ડી.જાડેજા , પેરોલ ફર્લો સ્કવોડ , એ.એચ.ટી.યુ . સ્ટાફના દિલીપભાઇ ચૌધરી , વિક્રમસિંહ બોરાણા , જયવંતસિંહ ગોહીલ , નિરવભાઇ મકવાણા , ભગીરથસિંહ ઝાલા, સહિતના જોડાયા હતા.

કેવી રીતે આચરતા હતા કૌભાંડ

રો મટીરીયલમાં બેઇઝ ઓઇલ, એડીટીવ કેમીકલ , ઓઇલ બેઇઝ કલર , ગુલાબનું પરફ્યુમ મિક્ષ કરી ટુવ્હીલર , ફોર વ્હીલર , ઓટો રીક્ષામાં વપરાતા ૨૦,૧૦,૦૫ તથા ૦૧ લીટર તથા ૮૦૦,૯૦૦ મીલીના નામાકિત કંપનીના આબેહુબ ડોલડબા તથા પ્લા.ના પાઉચમાં ભરી પેકીંગ કરી શીલીંગ મશીન દ્વારા શીલ કરી એમ.આર.પી. પ્રિન્ટર મશીનથી પ્રિન્ટ કરી તૈયાર પુઠાના પ્રિન્ટેડ બોક્ષમાં પેક કરી કંપનીના નામની સેલોટેપથી કાર્ટુનો પેક કરતા હતા .

મોરબી એલસીબી પોલીસે બન્ને આરોપીની અટકાયત કરી છે અને મુદામાલ કબજે કરી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!