મોરબીમાં ગઈકાલે સતત વરસાદ વરસી રહ્યો હતો અને જેને કારણે અનેક જગ્યાએ પાણી ભરવાના દ્રશ્યો સામે આવ્યા હતા અને આજે વરસાદે વિરામ લીધો છે પરન્તુ ઘણી જગ્યાએ હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
તેવામાં મોરબીના અવની ચોકડી પાસે પાણીમાં ફસાયેલ એક વેન ચાલક સ્ફુલના બાળકો પાસે પોતાની વેન કાઢવા માટે ધક્કા મરાવી રહ્યો હોય તેવો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે લોકોને આ સામાન્ય બાબત જણાઈ આવતી હોય છે ખરેખર તમે તમારા બાળકોને અગવડતા ન પડે તે માટે વાહનો ના ખર્ચ કરો છો છતાં પણ બાળકોને આવી ગધા મજુરી જ કરવાની હોય તો એ ખર્ચનો શુ મતલબ છે અને સ્કૂલ વાહન ચાલક પોતે ફી લ્યે છે તો ગાડી બન્ધ પડે છે તો વાહન ચાલકની બીજી ગાડી ની વ્યવસ્થા કરવાની પુરી જવાબદારી સાથે બંધાયેલો છે બાળકો સ્કૂલે જતા હોય છે યુનિફોર્મ માં બુટ પણ પહેરવા પડતા હોય છે તેવામાં આ રીતે પાણીમાં ઉતરીને બાળકોને ધક્કા મારવા પડતા હોય છે તો આવા વાહનચાલકોને વાલીઓએ પણ તેની જવાબદારી નું ભાન કરાવવું જરૂરી બન્યું છે.જુવો વિડીયો
ફેસબુક પર વિડીયો જોવા માટે ક્લિક કરો
યુ ટ્યુબ પર વિડીયો જોવામાટે ક્લિક કરો