મોરબી જિલ્લાના કેરાળા ગામમાં પીરના નામે લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સને ત્યાં વિજ્ઞાન જાથા પહોચ્યું હતું. સમસ્યાઓ ઉકેલવા ઓલિયા જમાડવાના નામે તાવીજ અને દોરા બનાવી લોકોને છેતરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મોરબી જીલ્લાના વાંકાનેરના કેરાળા ગામમાં ઘરમાં જોવાની પ્રવૃત્તિ કરતા મુંજાવર બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી ૧૦ વર્ષથી દોરા-ધાગા, ઈલમના ધતિંગનો પર્દાફાશ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો છે. જે વિજ્ઞાન જાથાનો ૧૨૬૩ મો સફળ પર્દાફાશ છે. મુળ અમદાવાદનો વતની અને હાલ વાંકાનેરના કેરાળામાં વસવાટ કરી છેલ્લા ૧૦ વર્ષથી દુઃખ-દર્દ મટાડવાના ધતિંગ વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે. ઘરમાં પીરના નામે જોવાની ધતિંગલીલા બંધની જાહેરાત બાપુ દ્વારા કરવામાં આવી છે. ઓલીયા પીરને જમાડવાના નામે મોટી રકમ પડાવતાનું સામે આવ્યું છે. પતિ-પત્નીના ઝઘડામાં ફોટા ઉપર વિધી-વિધાન કરી રૂપિયા પડાવતા હતા.
ડાકણ, ચુડેલનો આરોપ મુકી, અંદરો-અંદર ઝઘડો કરાવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. માનસિક બિમારનો ઉપચાર કરી, ઘરના લોકોના નામ આપી વૈમનસ્ય કરાવવું, તાવીજ, દોરા આપી રૂા. ૧૧૦૦/- જેવી રકમ પડાવી, પિડીત લોકોના ગામમાં જઈ વિધી-વિધાન કરી રૂપિયા પડાવવા, પિડીત વ્યક્તિના મોબાઈલ ઉપર ૪૦૦ વાર વાત કરી સલાહ-સુચન આપવી, પિડીત વ્યક્તિને ત્યાં ૧૨ થી ૧૫ વાર રૂબરૂ મુલાકાત કરી, મહેમાનગતિ માણવી, મેલીવિદ્યાના નામે વિધી કરી, તાવીજ આપી, રૂપિયા વસુલવા સહિતના આક્ષેપો થઈ રહયા છે. ત્યારે વિજ્ઞાન જાતની ટીમ દ્વારા વાંકાનેર પોલીસ અને પત્રકારોને સાથે રાખીને રેઇડ કરવામાં આવી હતી અને આજથી આ ધંધો બંધ કરી દેવાનો બાહેંધરી પત્ર લઈ અટકાયતી પગલા લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.