Sunday, December 22, 2024
HomeGujaratમોરબીના યુવકને મારી મારી પગરખા મોઢામાં લેવડાવવાના ચકચારી કેસની આરોપી રાણીબા વિરૂદ્ધ...

મોરબીના યુવકને મારી મારી પગરખા મોઢામાં લેવડાવવાના ચકચારી કેસની આરોપી રાણીબા વિરૂદ્ધ બીજો ગુનો નોંધાયો

મોરબીમાં પગાર માંગવા બાબતે યુવકને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ચપ્પલ મોંઢામાં લેવડાવનાર અને તે ગુનામાં ફરાર રાણીબા ની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વિભૂતિ હિતેશભાઈ સીતાપરા ઉર્ફે રાણીબા વિરૂદ્ધ બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

અગાઉ થયેલ એટ્રોસિટી કેસમાં આરોપી રાણીબા ફરાર હોવાથી આરોપીના ઘર ઓફિસ તેમજ સંભવિત ઠેકાણાઓ સહિત આરોપીઓ ના સોશિયલ મીડિયા એકાઉન્ટની પોલીસ ની ટેકનિકલ ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આરોપી ના raniba__7 નામના એકાઉન્ટમાં આરોપી વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા તલવાર વડે ઘણી બધી કેક કાપતી હોવાનો વિડિયો સામે આવ્યો છે.જેને લઇને મોરબી સાયબર એન્ડ ટેકનિકલ સેલ ના પીએસઆઈ એ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપી ની શોધખોળ હાથ ધરી છે.

આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ને પકડવા પોલીસ ની વિવિધ ટીમો ધમ પછાડા કરી રહી છે જેમાં જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને શોધવા પોલીસે જુદી જુદી જગ્યાએ ચેકીંગ હાથ ધર્યું છે.તેમજ સોશિયલ મીડિયામાં સીન સપાટા કરતી આરોપી વિભૂતિ પટેલએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ મોડ કરી દીધા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!