મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ઘુટુ રોડ પર એક ગત 21 સપ્ટેમ્બરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ખુરશી પર બેઠેલ એક સિકયુરીટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક આરોપી પોતાનું ટ્રેક્ટર સ્થળ પર જ મૂકી ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના જુના ઘુટુ રોડ સીમ્પોલો સીરામીકના કારખાનાના લેબર કવાટરની કોલોનીમા રહેતો શીવાશુ રામપાલસિંહ યાદવ નામનો યુવક સીમ્પોલો સીરામીકના કારખાનામા સિકયુરેટી ગાર્ડની નોકરી કરતો હતો. ત્યારે ગત 21 સપ્ટેમ્બરના રોજ શીવાશુ બપોરના આશરે દોઢેક વાગ્યાની આસપાસ માટી ખાતાની દિવાલ પાસે ખુરશીમા બેઠો હતો. ત્યારે GJ-13-AD-1046 નંબરનાં ટ્રેક્ટરનાં ચાલકે ટ્રેક્ટર માટી ખાતાના પ્લાન્ટમાથી પુરપાટ ઝડપે ચલાવી ખુરશીમા બેઠેલ શીવાશુને હડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. ત્યારે શીવાશુને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટરનો ચાલક અકસ્માત સર્જી ટ્રેકટર લોડર સ્થળ ઉપર જ મુકી નાશી છૂટ્યો હતો









