દુર્ગાધામ ખાતે સનાતનનો શંખનાદ ભવ્ય કાર્યક્રમ યોજી પ્રથમ પંસદગી મેળો સફળ રહેતા દુર્ગાધામ દ્વારા ડિસેમ્બર ૨૦૨૫ માં ૧૦,૦૦૦ દીકરા દીકરીઓનો પસંદગી મેળો યોજવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેના માટે ૧૨ ફેબ્રુઆરીથી જ નોંધણીમાં બ્રાહ્મણ પરિવાર PDF માં નામ નોધવવા માટે દુર્ગાધામ ઇસ્કોન અમદાવાદ કાર્યલય ખાતે સવારે ૧૦ થી ૭ વાગ્યા સુધી સંપર્ક કરી શકશે. જે પસંદગી મેળામાં ૧૦૦૦ સ્ટોલ મૂકવાનું આયોજન કરાશે. જેની જવાબદારી બ્રહ્મસમાજના પ્રોફેશનલ્સને સોંપવામાં આવશે તેમ પણ દુર્ગાધામ દ્વારા જણાવવામાં આવ્યું છે.
દુર્ગાધામ ખાતે સનાતનનો શંખનાદ ભવ્ય કાર્યક્રમ યોજી ૧૫,૦૦૦ થી વધુ બ્રાહ્મણો એકત્રિત કરી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજની પરંપરાને જાળવી જીવનસાથી પસંદગીમાં ૨૧૪૦ મીટીંગો કરાવવામાં આવી હતી. ત્યારે હવે દુર્ગાધામ દ્વારા ૧૦,૦૦૦ દિકરા દીકરીનો પસંદગીમેળો યોજવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જે કાર્યક્રમ ડિસેમ્બર ૨૦૨૫ માં પસંદગી મેળો યોજવામાં આવશે. ત્યારે પ્રથમ પસંદગી મેળામાં ભાગ નહી લઈ શકનાર બ્રાહ્મણ પરિવાર PDF માં નામ નોંધાવી ભાગ લઈ શકે તે માટે તા ૧૨ ફેબ્રુઆરીથી નોંધણીનો પ્રારંભ કરવામાં જેમાં નામ નોંધી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જે માટે દુર્ગાધામ કાર્યાલય સમય સવારે ૧૦ થી ૭ વાગ્યા સુધી ઈસ્કોન અમદાવાદ ખાતે સંપર્ક કરવાનો રહેશે. તેમજ પ્રથમ પસંદગી મેળામાં ૪૯૫૩ કાર, ૧૦૦ જેટલી જ્ઞાતિનાં આગેવાનો,
૨૩૫૦૦ જેટલા ભુદેવો અને ૨૧૪૦ થી વધુ મિટીંગ દિકરા દીકરીનાં પરિવારે યોજી હતી. ત્યારે ડિસેમ્બરનાં આયોજીત પસંદગી મેળામાં ૫,૦૦,૦૦૦ ભુદેવને એકત્ર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જેમાં શુક્રવાર, શનિવાર અને રવીવાર એમ ત્રણ દિવસ પસંદગી સંમેલન ચાલશે. જેમાં ૧૦૦૦ સ્ટોલ મુકવાનું આયોજન કરવામાં આવશે, રોજ રાત્રીનાં યોજાશે અલગ અલગ મનોરંજનનું આયોજન,
બ્રાહ્મણની દિકરી બ્રાહ્મણમાં જ તે સુત્રને સાર્થક કરવા ૨૦૨૭ સુધીમાં આવા આયોજન સાત તબક્કામાં યોજવામાં આવશે તેવો સંકલ્પ લેવામાં આવ્યો છે. જે કાર્યક્રમની સંચાલનની જવાબદારી બ્રહ્મસમાજનાં પ્રોફેશનલ્સને સોપવામાં આવશે. તેમજ ૨૦૨૭ સુધીમાં બ્રહ્મસમાજની ૨૫,૦૦૦ દિકરીઓ માટે યોગ્ય પાત્ર શોધી આપવાનું દુર્ગાધામ દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જે મોટો લક્ષ્ય લાગશે પરંતુ ટીમ દુર્ગાધામ દિકરી બીજી જ્ઞાતિમાં લગ્ન કરે જ નહી તેવો માહોલ સમાજમાં ઊભો કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તેમજ દેશ અને પ્રાંતમાં લાઇફ સ્ટાઈલ, ઇન્કમ, વાહન જેવી તમામ માહિતી દ્વારા સમાજમાં સગપણનું કામ આસાન બનાવી દેવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારે સમાજ માં એક નવી ક્રાંતિ લાવવાના યજ્ઞમાં સૌ સાથ સહકાર આપે તેવી અપીલ દુર્ગાધામ દ્વારા કરવામાં આવી છે.