Thursday, January 9, 2025
HomeGujaratમોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સિરામિક એસોસિયેશનના હોલમાં ઔદ્યોગિક સલામતી અંગે સેમિનાર...

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સિરામિક એસોસિયેશનના હોલમાં ઔદ્યોગિક સલામતી અંગે સેમિનાર યોજાયો

આજ રોજ તા.૩/૦૧/૨૦૨૪ ના રોજ સાંજે મોરબી સિરામિક એસોસિએશનના હોલમાં કારખાનેદારો સાથે ઔદ્યોગિક સલામતી વિશેનો સેમિનાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, મોરબી યુ.જે.રાવલની અધ્યક્ષતામાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં થતા સિલિકોસીસ નામના વ્યવસાયજન્ય રોગ માટે શ્રમયોગીનું મેડિકલ તપાસ ફોર્મ નંબર ૩૨ મુજબ તથા નવા જોડાતા શ્રમયોગી માટે ફિટનેસ સર્ટિફિકેટ ફોર્મ નંબર ૩૩ મુજબ કરાવવું જરૂરી હોય છે તથા એલ.પી.જી. ગેસનો વપરાશ થતો હોય તેના હેન્ડલિંગ સંબંધિત તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે. તે અંગેની સમજ કારખાના ધારા,૧૯૪૮ અંતર્ગત આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉદ્યોગકારો તથા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીલ એસોસિયનના વિવિધ પ્રમુખો વિનોદભાઈ ભાણજા, હરેશભાઈ બોપલિયા, વિપુલભાઈ તથા ડીજી પંચમિયા રિટાયર્ડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય હાજર રહેલ તેમજ ડોક્ટર જીગ્નેશ ઝાલાવાડીયા, સર્ટિફાઇંગ સર્જન, સૌરાષ્ટ્ર કચ્છ રિજીયન મદદનીશ નિયામક આર.જી.ચૌધરી તથા તથા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી પી.એમ. કલસરિયા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!