Monday, January 13, 2025
HomeGujaratમોરબી પત્રકાર એસોસિયેશન ટીમની હાજરીમાં સજનપર પ્રાથમિક શાળામાં સેમિનાર યોજાયો

મોરબી પત્રકાર એસોસિયેશન ટીમની હાજરીમાં સજનપર પ્રાથમિક શાળામાં સેમિનાર યોજાયો

મોરબીના જુદાજુદા વિસ્તારમાં આવેલ શાળામાં મોરબી પત્રકાર એસો.ની ટિમ દ્વારા જુદાજુદા મુદાઓ ઉપર સેમિનાર યોજીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં આવેલ ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ સરકારી શાળા દ્વારા પોલીસ આપણા મિત્ર અને આજનું બાળક-માતા પિતા વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી પત્રકાર એસો.ની ટિમ હાજર રહી હતી અને વર્તમાન સમયમાં બાળકો અને માતા પિતા વચ્ચે ઘરમાં વાર્તાલાપ ઘટી ગયો છે તેના લીધે બાળકોમાં ચીડિયાપણું, જીદીપણું વિગેરે સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે દરેક માતા પિતા તેના સંતાનોને દિવસમાં ચોક્કસ કલાક નહીં તો વાંધો નથી પરંતુ ગણતરીની મિનિટો આપશે તો પણ તેના સારા પરિણામો ભવિષ્યમાં મેળવી શકશે તેવી ટકોર પત્રકારો દ્વારા કરવામાં આવી હતી

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ સરકારી શાળા દ્વારા મોરબીના પત્રકાર એસો.ની ટીમને તેના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને પોલીસ આપણા મિત્ર અને આજનું બાળક-માતા પિતા વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ વળી મિટિંગ પણ રાખવામા આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ તેમજ તેના માતા પિતા હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, મંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણભાઈ વ્યાસ, સુરેશભાઈ ગોસ્વામી, જીગ્નેશભાઈ ભટ્ટ, અતુલભાઇ જોશી, ઋષિભાઇ મહેતા, ભાસ્કરભાઈ જોશી, અલ્પેશ ગોસ્વામી અને આર્યનભાઇ સોલંકી સહિતના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અને છેલ્લા વર્ષોમાં સોશિયલ મીડિયાના અતિરેકના કારણે બાળકોમાં કેવો અને કેટલો બદલાવ જોવા મળી રહ્યો છે તેના દ્રષ્ટાંત સાથે માહિતી પત્રકારો દ્વારા આપવામાં આવી હતી

મોરબી પત્રકાર એસો.ના માજી પ્રમુખ અતુલભાઇ જોશી દ્વારા પોલીસ આપણા મિત્ર વિષય ઉપર વાત કરતાં જણાવ્યુ હતું કે, પોલીસ પોતાના પરિવારની ચિંતા નથી કરતાં એટલી ચિંતા આમ જનતાની કરે છે અને ગમે ત્યારે અડધી રાતે પણ કોઈને તકલીફ પડે તો પહેલા પોલીસ યાદ આવે છે અને પોલીસે હમેશને માટે લોકોની મદદ કરવા માટે તૈયાર રહે છે જેથી તેનાથી કોઈને પણ ડરવાની જરૂર નથી ત્યારે બાદ સુરેશભાઇ ગોસ્વામીએ પોલીસ વિભાગ દ્વારા ૧૦૦, ૧૮૧ વિગેરેની સેવા કેવી રીતે આપવામાં આવે છે અને કે વિદ્યાર્થીઓને પોલીસ બનવાની ઈચ્છા હોય તેને વધુમાં વધુ શેરી રમતોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી કરીને તેનામાં સતર્કતા અને શક્તિ બને વધશે તો મહેન્દ્રસિંહ જાડેજાએ સરકારી શાળામાં વિધાર્થીઓ અને વાલી માટે આવા સારા સેમિનારનું આયોજન કરવા માટે શાળાના આચાર્ય સહિતની ટીમને અભિનંદન આપ્યા હતા અને શાળા સરકારી હોય કે ખાનગી તેનાથી કોઈ ફેર પડતો નથી વિદ્યાર્થિનીએ ઇચ્છાશક્તિ અને વાલીનો સમર્પણ ભાવ હોય તો જ તેના સારા પરિણામ ભવિષ્યમાં આવે છે

ત્યાર બાદ જીગ્નેશભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ત્યારે તેને કહ્યું હતુ કે, દરેક વિદ્યાર્થિનીએ પોતાના માતા અને પિતાના પરસેવા અને યોગદાનને ધ્યાને રાખીને સારામાં સારું પરિમાણ લેવા માટે મહેનત કરવી જોઈએ જો કે, દરેક વિદ્યાર્થીઓની ક્ષમતા જુદીજુદી છે જેથી કરીને વાલીઓએ તેની ક્ષમતા મુજબની અપેક્ષા તેની પાસેથી રાખવી જોઈએ અને ખાસ કરીને વિદ્યાર્થીના શોખના વિષયને જાણીને તે તેમાં આગળ વધી શકે તેના માટેનું પ્લેટફોર્મ વાલીઓએ તૈયાર કરવું જોઈએ ત્યાર બાદ મોરબીના સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓ અને તેના વાલીને વર્તમાન આધુનિક યુગમાં બાળકો તેના માતા પિતા કરતાં ટેક્નોલોજીની બાબતમાં સો ટકા આગળ છે જો કે, અનુભવની વાતમાં તે ઘણા પાછળ છે જેથી કરીને વિદ્યાર્થીઓએ જીવનમાં સફળ થવા માટે શાળામાંથી શિક્ષણની સાથે માતા પિતા પાસે રહેલા અનુભવમાંથી પણ નીતિ, નીતિમતા અને નિયમિતતાના પાઠ ભણવાની જરૂર છે તેવી ટકોર કરી હતી

અંતેમાં મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ દ્વારા મુખ્ય બંને વિષયને લઈને પોતાની વાત વિદ્યાર્થીઓ અને વાલીની સમક્ષ મૂકી હતી જેમાં પોલીસ જવાનોને શિસ્તના પાઠ ભણાવવામાં આવે છે જેથી કરીને તે સારા લોકોની હંમેશા મિત્ર જ હોય છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન બતાવવા જોઈએ, પોલીસની કામગીરીને સમજાવવી જોઈએ તો તેમણે ખબર પડે કે આપણી સલામતી માટે પોલીસ કેટલું જતું કરે છે અને ખાસ કરીને માતા પિતા અને આજનું બાળક વિષયને લઈને કહ્યું હતું કે, ઘરમાં બાળકને શાંત કરવા માટે જે મોબાઈલ, ટીવી કે લેપટોપ આપી દેવાનો ટ્રેડ વધ્યો છે તે ભવિષ્યનું સૌથી મોટું દૂષણ છે કેમ કે, આજે તમે જે રીતે બાળકને ટ્રીટમેન્ટ આપશો તેવી જ ટ્રીટમેન્ટ ભવિષ્યમાં તમારો બાળક તમને આપશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જેથી કરીને વિદ્યાર્થીઓને મોબાઈલ અને સોશિયલ મીડિયાના બિનજરૂરી ઉપયોગથી દૂર રાખવા જોઈએ તેવી અપીલ કરી હતી અને બાળકના મનમાં કયારે પણ પ્રશ્ન ઊઠે તો તેનો જવાબ ગુગલમાં નહીં પરંતુ ઘરમાં કે શાળામાંથી જ તેને મળી જાય તેવા વાતાવરણનું નિર્માણ સહુ કોઈએ સાથે મળીને કરવું પડશે તો સારા સમાજ, સારા વ્યક્તિનું નિર્માણ શક્ય બનશે

આ શાળાના આચાર્ય અલ્પેશભાઇ પૂજારાએ જણાવ્યુ હતું કે આગામી સમયમાં એક્ઝામ આવી રહી છે ત્યારે પરીક્ષાના સમયમાં સારામાં સારા માર્ક લેવા માટેનું લક્ષ્ય નજર સમક્ષ રાખીને દરેક વિદ્યાર્થીઓએ પૂરતો પ્રયત્ન કરવો કે જેથી સારામાં સારું પરિણામ મેળવી શકાય છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો અને વધુમાં વધુ પુસ્તકો વાંચવા તથા શેરી રમતો રમવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અલ્પેશભાઇ પૂજારા, કાસુન્દ્રા ચંદુલાલ, આદ્રોજા કેતનભાઈ, આદ્રોજા ઘનશ્યામભાઈ, ભીમાણી મધુબેન, કાવર માયાબેન, આદ્રોજા મોનિકાબેન, વિરામગામા મીનાબેન, દલસાણીયા ડિમ્પલબેન, દેત્રોજા ભારતીબેન, ઘેટિયા પ્રીતિબેન અને સીઆરસી શૈલેષભાઈ સંણજા, એસએમસી અધ્યક્ષ રૈયાણી નંદલાલભાઈ તેમજ ગામના સરપંચ રીનાબેન જાદવ તરફથી માર્ગદર્શન અને સહયોગ મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!