વાંકાનેરમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બાઈક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક પર જઈ રહેલા બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે બનાવને પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માટેલમાં લિજોરા સિરામિક પાસે રહેતા હરિભાઈ કરશનભાઈ સાડમિયા અને બનેસિંહ બાબુલાલ ગત તા.23 ડિસેમ્બરના રોજ પોતાના જીજે – 03 – ડીકયુ – 6243 નંબરના બાઈક પર વાંકાનેર વાંકાનેર તાલુકાના માટેલ – ઢુંવા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે જીજે – 13 – એડબ્લ્યુ-2654 નંબરના ડમ્પર ટ્રકના ચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્નેને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. જયારે અકસ્માત સર્જી આરોપી ડ્રાઈવર ડમ્પર સ્થળ પર મૂકી નાસી જતા ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.









