Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં તા.ર જી ઓગસ્‍ટના રોજ 'સંવેદના દિન' નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

મોરબી જિલ્લામાં તા.ર જી ઓગસ્‍ટના રોજ ‘સંવેદના દિન’ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા જિલ્લાના નાગરીકોને અનુરોધ

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે ઓગસ્‍ટ માસની ૨ જી તારીખે “સંવેદના દિન” ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબી જિલ્‍લામાં એક દિવસ માટે પ્રત્યેક તાલુકા તેમજ નગરપાલિકા દીઠ જન સુખાકારીના વિવિધ કાર્યો માટે જિલ્‍લા કલેકટર જે.બી.પટેલ ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૯ સ્થળો પર સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

આ સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના વિવિધ વિભાગોની આશરે ૫૭ જેટલી વ્‍યકિતલક્ષી સેવાઓનો લાભ નાગરીકોને પ્રાપ્‍ત થશે. જેમાં નાગરીકોને આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમીસાઇલ પ્રમાણપત્રોને લગતા દાખલાઓ, કુંવરબાઇનું મામેરૂં યોજના, દિવ્‍યાંગતા પ્રમાણપત્ર, કસ્‍તુરબા પોષણ સહાય યોજના, રેશનકાર્ડને લગતીઓ અરજીઓ, ગંગા સ્‍વરૂપા યોજના, વૃધ્‍ધ નિરાધાર સહાય યોજના જેવી કામગીરી કરવામાં આવનાર હોઇ આ વિસ્‍તારના અને ક્લસ્ટરમાં આવતાં ગામોના નાગરિકોને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્‍લા વહિવટી તંત્રએ અનુરોધ કર્યો છે.

મોરબી જિલ્‍લામાં જે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવનાર છે તેમાં જિલ્‍લામાં મોરબી માર્કેટયાર્ડ ખાતે અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતો કુટીર ઉદ્યોગ, છાપકામ, અને લેખન સામગ્રીના મંત્રી જયેશ રાદડીયા, નવા સાદુળકા પ્રા.શાળા ખાતે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, લજાઈ પ્રા.શાળા ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, સરવડ પ્રા.શાળા ખાતે માળીયા(મી.) તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, તાલુકા પ્રા.શાળા માળીયા(મી.) ખાતે હળવદ નગરપાલીકાના પ્રમુખ રમેશભાઈ પારેજીયા, નવા ઘશ્યામગઢ પ્રા.શાળા ખાતે હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન પઢીયાર, રાજોધરજી હાઈસ્કુલ હળવદ ખાતે હળવદ માર્કેટયાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, લુણસર પ્રા.શાળા ખાતે વાંકાનેર તાલુકા પંચાયત વર્ષાબેન ઝાલા, વાંકાનેર મ્યુનિ. ગર્લ્સ હાઈસ્કુલ ખાતે મોરબી માર્કેટયાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા ઉપસ્થિત રહેશે.

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા મોરબી જિલ્લાના કોવિડ-૧૯ ના કારણે ૧૫ જેટલા અનાથ બાળકોને નજીકના કાર્યક્રમના સ્થળે કીટ વિતરણ તેમજ માતા પિતા ગુમાવનાર ૫ બાળકોને રૂ.૨૦૦૦/- ની સહાય મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!